ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ તથા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સ

નાઓએ પ્રતિબંધિત નશાકારક ચીજવસ્તુઓનુ વેચાણ તથા ઉપયોગ પર નિયંત્રણ લાવવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અસરકારક કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક  એચ.બી.વોરા નાઓના માર્ગદર્શન અન્વયે

પો.ઇન્સ. એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ. પી.વી.પલાસ નાઓએ આપેલ જરૂરી સુચના તથા માર્ગદર્શન અનુસંધાને

જાફરાબાદ બંદરચોકથી લાઇટ હાઉસ જતા રોડ પર આવેલ ઝમઝમ પાન સેન્ટર તેમજ તેની બાજુમાં આવેલ ઝમઝમ ફુટવેર નામની દુકાનોનો કબ્જો ભોગવટો કરતા ઇસમો

(૧) અબ્દુલ અજીમ મિયાઅહેમદ કુરેશી ઉ.વ.ર૭. તથા

(ર) હયુમ કબીરભાઇ મુગલ ઉ.વ.૨૫,રહે. બન્ને જાફરાબાદ,તુર્કી મહોલ્લા તા.જાફરાબાદ જી.અમરેલી, વાળા

પોતાના કબ્જા ભોગવટા વાળી દુકાનોમા અલગ અલગ કંપનીની પ્રતિબંધિત વેપ (ઇ-સિગારેટ) કુલ નંગ-૧૨ કી.રૂ.૪૮૦૦/- તથા

 હુક્કા સીલમ નંગ -૧૦ તથા હુક્કા સીલમમાં વપરાતા ટોબેકો ફ્લેવર તથા હુક્કા સીલમના વપરાતી અન્ય ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ.૪૪૪૫૦/- એમ કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪૯૨૫૦/- સાથે પકડાઇ ગયેલ હોય,

ઉપરોક્ત બન્ને ઈસમોં વિરૂધ્ધ જાફરાબાદ ટાઉન પો.સ્ટે. માં સીગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન તેમજ વેપાર અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને વહેચણી નિયંત્રણ ધારો (ગુજરાત) ૨૦૧૭ ની કલમ ૨૧(એ) તથા ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનીક સીગારેટ અધિનીયમ ર૦૧૯ની કલમ ૭ આર/ડબલ્યુ (૪) તથા ૮ આર/ડબલ્યુ (૫) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ -

(૧) અબ્દુલ અજીમ મિયાઅહેમદ કુરેશી ઉ.વ.ર૭.

(૨) હ્યુમ કબીરભાઇ મુગલ ઉ.વ.૨૫.રહે.બન્ને જાફરાબાદ, તુર્કી મહોલ્લા તા.જાફરાબાદ, જી.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલ-

અલગ અલગ કંપનીની પ્રતિબંધિત વેપ(ઇ-સિગારેટ) કુલ નંગ-૧૨ કી.રૂ.૪૮૦૦/-. હુક્કા સીલમ નંગ -૧૦ તથા હુક્કા સીલમમાં વપરાતા ટોબેકો ફ્લેવર, તથા હુક્કા સીલમના વપરાતી અન્ય ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ.૪૪૪૫૦/- કુલ મુદ્દામાલ કિ.રૂ. ૪૯૨૫૦/-,

આ કામગીરી કરવા અંગે અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા એચ.બી.વોરા નાઓએ જરૂરી માંગદર્શન આપેલ હોય જે અન્વયે પો.ઇન્સ. એ.એમ.દેસાઇ તથા પો.સ.ઇ. પી.વી.પલાસ તથા હેડ કોન્સ. બી.એમ.વાઘેલા તથા હેડ કોન્સ. ગોવીંદભાઇ ડોડીયા તથા પો.કોન્સ.પરેશભાઇ બારૈયા તથા પો.કોન્સ વીરસંગભાઇ બાંભણીયા તથા પો.કોન્સ ધર્મેન્દ્રભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.