બારાવાડ ગામે નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ટેકટર ને લઈ જતા અધિકારી સાથે ઝઘડો કરી જાન થી મારી નાખવાની ધમકી આપી ટ્રેક્ટર છોડાવી જતા પોલીસ ફરિયાદ
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
પાવીજેતપુર તાલુકાના બારાવાડ ગામે નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા ટ્રેક્ટરને ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પકડી પાડી પોલીસ સ્ટેશને લઈ જતા રસ્તામાં ટ્રેક્ટરને ઊભું રખાવી અધિકારી સાથે ઝઘડો કરી, ગાળા ગાડી કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી ટ્રેક્ટર છોડાવી જતા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૦/૦૩/૨૦૨૩ ના રોજ અધિકારીની સુચના મુજબ બિનઅધિકૃત ખનીજ ખનન/વહન અંગેની તપાસમાં હોય જે દરમ્યાન આશરે સાડા દસેક વાગ્યાના સમયે ઓરસંગ નદીના પટમાં બારવાડ ( તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર ) ખાતે તપાસ કરતાં સ્થળે તપાસ સમયે આર.ટી.ઓ રજીસ્ટર નંબર પ્લેટ વગર નું લાલ રંગનું મહિન્દ્રા કંપનીનું લાલ રંગની ટ્રોલી સાથેનું ટ્રેકટર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજ ભરતા ઝડપાયેલ
જેથી અધિકારી ટ્રેકટરને પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરવા માટે લઇ જતા હતા તે સમય દરમ્યાન એક સફેદ રંગની કાર મા ચાર વ્યક્તિઓ ઉતરી ટ્રેકટર રોકાવેલ ત્યારે અધિકારીએ તેઓને નિયમોઅનુસાર થતી કાર્યવાહીની સમજ પાડી ટ્રેકટરને પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે લઇ જવા જણાવતાં તેઓ પૈકીના એક વ્યક્તિ જેઓએ પોતે પોતાની માલીકીનું ટ્રેકટર હોય તથા તેઓ રાજુભાઇ રાઠવા બારાવાડ ગામના સરપંચના પતિ હોવાનું જણાવ્યું હતું. અર્જુનભાઇ રાઠવા રહે.બારાવાડ નાઓ તેમજ બીજા બે અજાણ્યા ઇસમો અધિકારીને ગમેતેમ ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, ટ્રેકટર છોડાવી સરકારી કામમાં અડચણ ઉભી કરી નાશી ગયેલ હોય, જેથી નંબર વગરના ટ્રેકટરના ચાલાક જેના નામ ઠામની ખબર નથી તે, રાજુભાઇ રાઠવા સરપંચના પતિ રહે.બારાવાડ, અર્જુનભાઇ રાઠવા રહે.બારાવાડ તથા બીજા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સત્યમભાઈ જયેશભાઈ પંડ્યા એ ફરિયાદ નોંધાવતા પાવીજેતપુર પોલીસે કાયદેરની કાર્યવાહી હાથ ધરી છે.