ખેડબ્રહ્મા માં જનરલ હોસ્પિટલ ખાતે NOHP પ્રોગ્રામ અંતર્ગત 25 જેટલા વ્યક્તિઓને દાંતના ચોકઠા અને કીટ નું વિતરણ કરાયું
÷ રમેશ વૈષ્ણવ ખેડબ્રહ્મા
ખેડબ્રહ્મા માં જનરલ હોસ્પિટલ ખાતે NOHP પ્રોગ્રામ અંતર્ગત 25 જેટલા વ્યક્તિઓને દાંતના ચોકઠા અને કીટ નું વિતરણ કરવામા આવ્યુ હતુ વલ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી નિમિત્તે આજરોજ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે ઇન.ચા.સુપ્રીટેન્ડન ડોક્ટર અશ્વિન ગઢવી જનરલ હોસ્પિટલમાં ના અધ્યક્ષ સ્થાને NOHP પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમા 25 જેટલા દાંતના દર્દીઓને ચોકઠા તથા ચોખઠા ની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર મિત્તલભાઇ ગાંધી MDS અને ડોક્ટર જ્યોતિબેન ગોસ્વામી B D S તેમજ હોસ્પિટલના સ્ટાફ મિત્રો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા