હાલોલ નગરપાલિકાના વહીવટી તંત્રના કર્મચારીઓએ આજરોજ હાલોલ નગર ખાતે મિલકત વેરો ન ભરતા મિલકત ધારકો સામે લાલ આંખ કરી હતી જેમાં લાંબા સમયથી મિલકત વેરો ન ભરતા અને નગર પાલિકાની નોટિસો તેમજ જાહેરાતોને અવગણતા મિલકત ધારકો પાસેથી મિલકત વેરો વસૂલવા સહિત લાખો રૂપિયાનો મિલકત વેરો ન ભરતા લોકોની મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી જેને લઈ લાંબા સમયથી મિલકત વેરો ન ભરતા મિલકત ધારકોએ પોતાની મિલકત સીલ થતી અટકાવવા માટે સ્થળ પર જ મિલકત વેરો ભરી દેતા આજ રોજ નગરપાલિકાના કર્મચારીઓને કુલ ૭ લાખ રૂપિયા જેટલી માતબર રકમનો મિલકત વેરો વેરા વસુલાતની પ્રક્રિયા દરમ્યાન વસૂલ્યો હતો  જોકે હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલ રાજનગર ખાતે આવેલ બી.જે.મેવાડા નામની દુકાનનો મિલકત ધારો કે ૯૯,૮૨૧/- રૂપિયાનો મિલકત વેરો લાંબા સમયથી બાકી હોઈ હાલોલ નગરપાલિકાના કર્મચારીઓ નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 133 મુજબ મિલકતને સીલ કરી હતી અને બી.જે. મેવાડાના નામની બોર્ડ ધરાવતી આ મિલકતને સીલ કર્યા બાદ દરવાજા પર નોટિસ લગાવી મિલકતના માલિકને જાણ કરવામાં આવી હતી કે આગામી પાંચ દિવસોમાં મિલકત વેરાની બાકી નીકળતી ૯૯,૮૨૧/- રૂપિયાની રકમ નગરપાલિકા અધિનિયમ અનુસૂચિ-૫મી કલમ ૧૩૩ ની પેટા કલમ (૧) મુજબ નાણાભરી જવાની નોટિસ પાઠવી હતી અને જો આગામી ૦૫ દિવસમાં મિલકત વેરો નહીં ભરવામાં આવે તો નગરપાલિકા દ્વારા મિલકતની જાહેર હરાજી કરવામાં આવશે તેની નોંધ લેવા માટેની ગંભીરતાપૂર્વકની ચેતવણી નોટિસ મારફતે મિલકત માલિકને નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं