20 મી માર્ચ વિશ્વ ચકલી દિન નિમિતે લુપ્ત થતી ચકલીને બચાવવા ઘર આંગણે માળા બનાવો અંતર્ગત શ્રી આનંદ પ્રકાશ જીવદયા ટ્રસ્ટ દિયોદર દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આજના ટેકનોલોજીના યુગમાં સિમેન્ટ-ક્રોંકીટના જંગલો વચ્ચે ઘર આંગણાનું પક્ષી ચકલી લુપ્ત થઈ જવાના આરે છે ત્યારે આવનારી પેઢી ચકલીના દર્શન કરી શકે તે માટે ઘર આંગણાના પક્ષીઓના જતન અને સંવર્ધન માટેના પ્રયાસો અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે વિશ્વ ચકલી દિન ઉજવાય છે.દર વર્ષે તા.૨૦ મી માં ર્વિશ્વ ચકલી દિન તરીકે ઉજવાય છે.વિશ્વ ચકલી દિનની ઉજવણીનો હેતુ આપણી આસપાસના પરિસરમાં,રોજીંદા જીવનમાં ચકલી જેવા માનવ મિત્ર પક્ષીની ઘટતી જતી સંખ્યા અંગે જાગૃતિ કેળવવાનો છે.બાળપોથીમાં ગુંજતુ ગીત ''ચકી બેન ચકી બેન મારી સાથે રમશો કે નઈ ?''ને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા વિશ્વ ચકલી દિન નિમિત્તે આપાણાં ઘર આંગણાના મિત્રનું જતન કરવું તેમજ સંવર્ધન કરવુ જોઈએ. ટેકનોલોજીના યુગમાં વિકાસની પાછળ આંધળી દોટ મુકતો માનવી યેનકેન પ્રકારે પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે.તેની સીધી અસર જનજીવનની સાથે સાથે પશુ-પંખીઓ ઉપર પણ વર્તાઈ રહી છે. પ્રવર્તમાન સમયના કોંક્રીટ જંગલોમાં વૃક્ષોનું સ્થાન મોબાઈલ ટાવરોએ લીધુ છે ત્યારે ઘર આંગણાના પક્ષી ચકલી માટે પોતાના માળા માટેની જગ્યા પસંદ કરવાની સમસ્યા ઉભી થઈ છે.જો માનવી વિકાસની આંધળી દોટમાં આવી જ રીતે પ્રવૃત્ત રહેશે તો ચકલી અને તેના જેવા અનેક ઘર આંગણાના પક્ષીઓ મૃતઃ પ્રાય પ્રજાતિ બની જશે. ચકલી બચાવો અભિયાન અંતર્ગત કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા ચકલીના માળા તેમજ પાણી પીવાના કુંડાનું વિતરણ કરી આ નાશઃપ્રાય પ્રજાતિને બચાવી લેવાના પ્રયાસો થાય છે. વિશ્વ ચકલી દિન નિમિત્તે ચકલીઓના ચીં..ચીં...ચીં... કલકલાટને પાછા લાવવાના પ્રયાસરૂપે શ્રી આનંદ પ્રકાશ જીવદયા ટ્રસ્ટ દિયોદર દ્વારા લોક જાગૃતિ અને અનેક સેવાકીય કાર્ય કરી મોટી સંખ્યામાં ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ દિયોદર તાલુકા માં કરવામાં આવ્યું હતું.સૌ મિત્રો સાથે મળી પાણી ના કુંડા અને ચકલી ઘર નું વિતરણ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલિકાના પાપે કમલાબાગ બગીચો બન્યો સમસ્યાનું સામ્રાજ્ય : કોંગ્રેસે પાલિકાની બેદરકારી અંગે કરી તંત્રને ફરિયાદ
પોરબંદર શહેરના ફવાલયાક કમલાબાગમાં અનેકવિધ સમસ્યાઓ વધી હોવાને કારણે અહી ઇવનગ વોક અને મોર્નિંગ વોક...
शिरूर तालुक्यातील विठ्ठलवाडी चा बंधारा गेला पाण्याखाली
विठ्ठलवाडी तील भीमा नदीवरील बंधारा गेला पाण्याखाली
( तळेगाव ढमढेरे वार्ताहर ) गेली आठवडाभर सुरू...
સિહોર શહેરમાં શિવમંદિર માં ૧૦૦૮ કમળ ચઢાવી પુજા કરી
સિહોર ખાતેના ભીમનાથ મંદિરમાં મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, 1008 કમળ પુષ્પ...
लखनऊ
एक साल पहले गोमतीनगर में डकैती की घटना में शामिल मो बिलाल गिरफ्तार।
लखनऊ
एक साल पहले गोमतीनगर में डकैती की घटना में शामिल मो बिलाल गिरफ्तार।
50 हजार का इनामी...