સી એસ સી ઈ ગવર્નન્સ ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે સેમીનાર યોજાયો.ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ આઈ ટી અને કોમ્યુનિકેશન ના સી.એસ.સી ઈ ગવર્નન્સ ઇન્ડિયા ના ટેલી લો વિભાગ દ્વારા ગ્રાહક અધિકાર ના રક્ષણ માટે અમદાવાદ ના નારણપુરા ના સંસ્કાર ભવન ખાતે વી એલ ઈ વાલ્મિકભાઈ પટેલના સહયોગ થી સેમીનાર યોજાયો.સુત્રમાં પ્રોડક્ટની સલામતી, ગોપનીયતા અને નાણાકીય કૌભાંડો જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા હતા અને આવા કૌભાંડોનો ભોગ બનવાથી કેવી રીતે બચવું તે અંગેની વ્યવહારુ ટીપ્સ આપવામાં આવી હતી. આ સંપૂર્ણ માહિતી સી એસ સી ના ટેલી લો વિભાગના સ્પીકર પેનલ વકીલ કાજલ શિંગડિયા, હંસાબેન વાળા, મિત્તલ વીશાણી ઓએ સહભાગીઓને ઉપભોક્તા તરીકેના તેમના અધિકારો વિશે માહિતગાર રહેવા અને જ્યારે પણ જરૂરી હોય ત્યારે ટેલી-લો એપ દ્વારા અથવા નજીકના CSC કેન્દ્ર પર તેમના કેસની નોંધણી કરીને પેનલ વકીલ પાસેથી સલાહ લેવા પ્રોત્સાહિત કર્યા તથા સી એસ સી ના સ્ટેટ વર્ટિકલ હેડ શ્રી પ્રજ્ઞેશ રાવલ દ્વારા સી એસ સી કેન્દ્ર પરથી મળતી વિવિધ યોજનાઓની માહિતી આપી અને વધુ માં વધુ સરકારી યોજના ઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.