વિશ્વ જળ દિવસની ઉજવણી નિમિત્તે 

ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ મુકામે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અંગે કૃષિ સંવાદ યોજાયો

ખેડબ્રહ્મા તા. 21 ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ મુકામે સાબરકાંઠા બાગાયત વિભાગ અને વિકસત સંસ્થા દ્વારા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી કૃષિ સંવાદનો એક કાર્યક્રમ સાબરકાંઠા નાયબ બાગાયત નિયામક ડી. એમ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો આ કાર્યક્રમમાં વિકસત સંસ્થાના પ્રોગ્રામ કોઓર્ડીનેટર રવિભાઈ ડેપ્યુટીડાયરેક્ટર મહેશભાઈ પટેલ બાગાયત અધિકારીશ્રીઓ જીગરભાઈ પટેલ સુરેન્દ્રસિંહજી વિશ્વાસભાઇ પટેલ આત્મા પ્રોજેક્ટના બીટીએમ કિરણભાઈ પટેલ મહેશભાઈ પટેલ તથા કૃષિ પોલિટેકનિકના નિરવભાઈ સુશીલાબેન સેફ કંપનીના ચેરમેન મિશન મંગલમ માંથી કૈલાસબેન મોટી સંખ્યામાં વિકસિત સંસ્થાના કર્મચારીઓ તથા સેફ કંપનીની બહેનો હાજર રહ્યા હતા સ્વાગત ગીત સંસ્થાની બાળાઓ દ્વારા તેમજ મહેમાનોનું સેફ કંપનીની પ્રોડક્ટ દ્વારા કરવામાં આવ્યું હતું કંપનીના ડેપ્યુટી ડાયરેક્ટર મહેશભાઈ પટેલે બાયોગેસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને લખપતિ કિસાન કાર્યક્રમ અંગે કિસાનોની એક એકરમાં એક લાખ.વીસ હજાર (1.20.000)આવક કરવા માટે વિકસિત કંપની સતત પ્રયત્નશીલ છે બાગાયત નિયામક ગાંધીનગર થી ડોક્ટર પી.એમ. વઘાસિયા સાહેબે વીડિયો કોન્ફરન્સ મારફતે સ્ત્રી સશક્તિકરણની અને સેન્દ્રીય ખાતર અંગેની માહિતી આપી હતી સેફ કંપનીના પ્રોડક્ટ વિશે માહિતી અને માર્કેટિંગ કરવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અધ્યક્ષ ડી.એમ .પટેલે બાગાયતી પાકો પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ જ સુંદર છણાવટ થી સેન્દ્રીય ખાતર વિશે અને સેફ કંપનીની બનતી પ્રોડક્ટ વિશે માર્કેટિંગ અંગે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે અને પ્રાકૃતિક ખેતી થી થતા લાભો વિશે તેમણે તેઓ વિશેષ માહિતી આપી હતી કાર્યક્રમનું સફળ સંચાલન સેફ કંપનીના ચેરમેન સુશીલાબેન કર્યું હતું મિશન મંગલમ ના કૈલાસબેન ને પણ સ્વ સહાય જૂથ વિશે માહિતી આપી હતી બહેનોને લોનો લેવા માટે અને બચત કરવા માટે પણ સમજણ આપી હતી સુકા આંબાના ઈશ્વરભાઈ લાભાર્થી ખેડૂતે પોતે પ્રાકૃતિક ખેતી કરવાનો અનુભવ અને આપણા વડવાઓ જે રીતે ગાય ભેંસ અને છાણિયા ખેતી ખાતર વડે ખેતી કરતા હતા તે વિશે આપણે આગળ વધવાનું છે અને તેને તેનાથી થતા લાભો અને રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓ આપણે ધરતી માતાને ન આપીએ અને માત્રને માત્ર પ્રાકૃતિક ખેતી કરીએ તેવી આ વિસ્તારના આદિજાતિ વિસ્તારની ભાષાથી લોકોને સમજણ આપી અને બહેનોને હાકલ કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન વિકસિત સંસ્થાના રમેશભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા