સિહોર શહેરમાં ઉનાળાની શરૂઆત થતાં જ સિહોરમાં પાણીનો ઠેર ઠેર કકળાટ જોવા મળી રહ્યો છે અને મહિલાઓ દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં આવ્યા છતા પાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓના પેટનું પાણી ના હલતા સિહોરની જનતાને નિયમિત અને સમયસર પાણી ન મળતા ૧૫-૧૫ દિવસથી હેરાન થતી સિહોરની જનતાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે આજરોજ સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ને ધારદાર રજૂઆત કરીને કડક ભાષામાં સિહોરની જનતાને નિયમિત રીતે પાણી પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ દરમિયાન ચીફ ઓફિસર દ્વારા યોગ્ય જવાબ આપવામાં ના આવતા સિહોર કોંગ્રેસ ના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરને આડે હાથ લીધા બાદ વાતાવરણ તંગ બનતા સિહોર પોલીસ પ્રશાસન દ્વારા મામલો થાળે પાડી એક સપ્તાહ માં આ સમસ્યાનો નિકાલ લાવવા માટે ખાતરી આપી હતી. આ તકે સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ,કિરણભાઈ ઘેલડા, ધીરુભાઈ ચૌહાણ,કિશનભાઇ મહેતા,કરીમભાઈ સરવૈયા,કેતનભાઈ જાની,નૌશાદ કુરેશી,યુવરાજ રાવ,રાજુભાઈ ગોહિલ, અનિલભાઈ પ્રબતાની,ચેતનભાઈ ત્રિવેદી,જયરાજસિંહ મોરી, છોટુભા રાણા,દર્શક ગોરડિયા,પરેશ બાજક, ધનદેવ મકવાણા,ઈશ્વર નમસા,જેસંગભાઈ મકવાણા,પી ટી.સોલંકી, ડી પી રાઠોડ,કેતનભાઇ મહેતા રાજેશ બુઘબુટ્ટી અશોક બુઘભટી હિતેષ લાલાણી આરિફભાઈ ખોખર,ધવલ પલાનીયા,વિપુલભાઈ ત્રિવેદી વિગેરે આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતાં...

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं