જિલ્લામાં બોર્ડની પરીક્ષા શરૂ થયા બાદ સાતમા દિવસે ધો.12 સામાન્ય પ્રવાહનું સંગીત સૈધાંતીક અને ગુજરાતી અંગ્રેજી ભાષાની પરીક્ષા યોજાઇ હતી.જેના કુલ 12623 પૈકી 12417 વિદ્યાર્થીઓ હાજર અને 206 ગેરહાજર રહ્યા હતા. જિલ્લામાં હાલ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે.જેમાં જિલ્લામાં 3 ઝોનલ કચેરીના 77 પરીક્ષા કેન્દ્રોએ ધોરણ-10ના 77, પરીક્ષા કેન્દ્રોના પરીક્ષા સ્થળોએ ધોરણ-12 સામાન્ય પ્રવાહના 58, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રોએ આમ જિલ્લામાં 135 પરીક્ષા કેન્દ્રોન પરીક્ષા શાંતી પુર્વક લેવાઇ રહી છે.જેના સાતમા દિવસે મંગળવારે જિલ્લા ભરમાં ધો.12નું સામાન્ય પ્રવાહનું સૈધાંન્તીક સંગીત અને ભાષામાં ગુજરાતી અને અંગ્રેજીની પરીક્ષા યોજાઇ હતી.જ્યારે ધો.10 અને ધો.12નું મંગળવારે કોઇ પરીક્ષા ન હતી.મંગળવારે જિલ્લાના 12623 કુલ વિદ્યાર્થીઓ પૈકી 12417 હાજર રહ્યા હતા.જ્યારે 206વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે માર્ચ 2023 ની ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આજના અંગ્રેજીના પેપરમાં વિભાગ E માં 61 નંબર પ્રશ્નમાં સ્પીચની અથવામાં એપ્લિકેશન પૂછવાની હોય છે. આમ છતાં એપ્લિકેશન પુછેલ નથી જેથી વિદ્યાર્થીઓને 6 ગુણનું નુકસાન થવા પાત્ર છે.આની અસર ધોરણ 12 ના બોર્ડના પરિણામમાં થશે આથી ખરેખર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓને આ 6 ગુણ આપી દેવા જોઈએ એવી રજૂઆત રાજ્ય રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘના માધ્યમિક વિભાગના ઉપાધ્યક્ષ ભરતસિંહ ચાવડાએ કરી છે. શિક્ષણ વિભાગને શૈક્ષીક મહાસંઘ રજૂઆત કરશેનું જણાવ્યુ હતુ.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं