જિલ્લાના તાલુકા મથકોએ પાણી માટે દેકારા બોલ્યા છે. ત્યારે ગેરકાયદેસર પાણીના જોડાણ મેળવી અને બેફામ રીતે પાણીની ચોરી કરતા ખેડૂતો અને હાઇવે ઉપરની હોટલોમાં બેફામપણે પાણીની ચોરી થતી હોવાનું પાણી પુરવઠા વિભાગને ધ્યાન ઉપર આવ્યું હતુ. ત્યારે તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોડીયા ગામ સુધી 19 જેટલા ગેરકાયદેસર કનેક્શનનો ઝડપાયા છે. જેમાં ખેડૂત અને હોટલો મળી અને 19 જેટલા ગેરકાયદેસર કનેક્શનના જોડાણ મળ્યા હતા. ત્યારે તાત્કાલિક અસરે પોલીસને સાથે રાખી અને 19 વ્યક્તિઓ ઉપર હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ખેતી અને ખાનગી હોટલો ઉપર ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવી અને બેફામપણે પાણીની ચોરી કરતા હોવાનું ખુલવા પામ્યું છે.જેમાં હોટલોમાં ઉદયરાજ હોટલ, પરિશ્રમ હોટલ, કિરીટભાઈ રાજદીપસિંહ શેરે પંજાબ, કાઠીયાવાડી હોટલ, ભવાની હોટલ, દેવભૂમિ દ્વારકા હોટલ સહિતની અને ખેડૂતો મળી અને 19 ગેરકાયદેસર કનેક્શનનો ઝડપાયા હતા. જેમની સામે તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે. ત્યારે સાયલા તાલુકાના નેશનલ હાઇવે પર ડોળીયા સુધી ગેરકાયદેસર પાણી મેળવતા 19 કનેક્શનો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.