આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના ઉપક્રમે સાબરકાંઠાના પ્રાતિજ તાલુકાની 46મહિલા ખેડૂતો સુરત જિલ્લાના મહુવા તાલુકાના સણવલ્લા ગામ સ્થિત પ્રાકૃતિક કૃષિના પ્રસારક ભરતભાઇ પટેલ સંચાલિત નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પ્રસાર કેન્દ્રના પ્રેરણા પ્રવાસે આવ્યા હતા જ્યાં આત્મા પ્રોજેક્ટ સુરત અને સાબરકાંઠા દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં મહિલા ખેડૂતોએ ગૌઆધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી હતી પ્રાકૃતિક કૃષિ તજજ્ઞશ્રી જિજ્ઞાશુંભાઈ ભરતભાઇ પટેલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ,દેશી ગાયનું મહત્વ, ખેત ઉત્પાદનનું ,મૂલ્યવર્ધન, પંચગવ્યનો ઉપયોગ રોગ જીવાત નિયંત્રણ પર ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું મહિલાઓએ નંદનવન ગૌશાળા અને પ્રાકૃતિક કૃષિ પસાર કેન્દ્રની ફિલ્ડ વિઝીટ કરી હતી પ્રાકૃતિક કૃષિ શિક્ષણના પ્રચાર પ્રસાર,તાલીમ અને વિસ્તરણ હેતુ સહ આયોજિત આ પ્રવાસ/તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટ સુરતના ડાયરેક્ટરશ્રી એન.જી.ગામીત, ડે. ડાયરેક્ટરશ્રી રિતેશ ભાવસાર, સંજય આહીર,આત્મા પ્રાજેક્ટ મહુવાના BTM/ATM શ્રી વિપુલભાઈ પટેલ ,BTM સાબરકાંઠા નરેન્દ્રસિંહ, ATM વિક્રમસિંહ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેરણા પ્રવાસ સહ તાલીમવર્ગને સફળ બનાવવા હર્ષ પટેલ, વિશાલ વસાવા, અમિતા પટેલ,હની પટેલ, મમતા વસાવા અને સમગ્ર નંદનવન પરિવારે જહેમત ઉઠાવી હતી