મહુવા તાલુકાના બામણિયા ગામે આવેલ સુગર મિલમાં માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી મહુવા સુગર મિલના ચેરમેન માનસિંગભાઈ પટેલે ઉત્પાદન વધારવા વૈજ્ઞાનિક અભિગમ રાખવા જુની પધ્ધતિ બદલીને આધુનિક યુગ સાથે સંકલન સાધી ઉતાર વધારા તરફ અનુરોધ કર્યો હતો.ડો. સંજીવમાનેએ શેરડીનું એકરે 100 ટનથી વધુ ઉત્પાદન મેળવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન મહુવા સુગર મિલના કેમ્પસના હોલમાં કરવામાં આવ્યું હતું જેમાં મહુવા સુગર મિલન ડિરેક્ટર ઉપરાંત અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.