ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારીમાં કૌશલ્યલક્ષી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરી શકાશે

Sponsored

रणजीत निवास - हेरिटेज वेडिंग रिसोर्ट - बूंदी राजस्थान

रणजीत निवास - हेरिटेज वेडिंग रिसोर्ट - बूंदी राजस्थान दिवाली स्पेशल ऑफर - 1,75 ,000 प्रति दिन - ऑफर 15 अक्टूबर से 30 अक्टूबर 2024 तक

સ્વરોજગારના દ્વાર ખોલી આપતા કૌશલ્યલક્ષી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), ધારીનો સંપર્ક કરવા અનુરોધ

અમરેલી, તા.૦૬ ઓગસ્ટ (શનિવાર) ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી ખાતે વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરુ છે. વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકાશે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ધારીમાં વિવિધ પ્રકારના (NCVT અને GCVT) વ્યવસાયોમાં ઓગસ્ટ -૨૦૨૨ (બીજા રાઉન્ડ માટે) ભરવાપાત્ર બેઠકો પર પ્રવેશ મેળવવા માંગતા હોય તેવા ઉમેદવારોએ તા.૦૭ ઓગસ્ટ સુધી ઓનલાઈન પ્રવેશ અરજી કરવાની રહે છે. આ માટે www.itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી પ્રવેશ ફોર્મ ભરવા. ફોર્મ ભરવાની તથા કન્ફર્મ કરવાની છેલ્લી તા.૦૭-૦૮-૨૦૨૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી ખાતે ફીટર, વાયરમેન, મીકેનીક ડિઝલ, સુઈંગ ટેક્નોલોજી, કોપા, વેલ્ડર જેવા વ્યવસાયોમાં પ્રવેશ મેળવી શકાશે. મહત્વનું છે કે, કૌશલ્યલક્ષી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી કૌશલ્યને નવી દિશા અને માર્ગદર્શન મળે છે તેથી યુવાનો પોતાની કારકિર્દી પણ ઘડી શકે છે. કારકિર્દી ઘડતર બાદ સ્વરોજગારના દ્વાર ખૂલી શકે છે. ઉમેદવારોને પોતાની કારકિર્દી ઘડવાની અને આર્થિક ઉન્નતિના દ્વાર ખોલવાની તક છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ વધુ માહિતી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધારી ખાતે સંપર્ક કરવા આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી