ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં સરકારને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ડાકોર ફાગવેલ તેમજ ખંભાતના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવો જોઈએ.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પવિત્ર યાત્રાધામ ગણાતા ડાકોર મંદિરે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે હોળીના પર્વે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતાં ૮ કિલોમીટર સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી જ્યાં સરકારે સદર સમસ્યાનો નિરાકરણ થાય તે અર્થે વધુ ડાકોરના વિકાસની દિશાએ સરકારે પગલાં લેવા જોઈએ.ક્ષત્રિય સમાજના લાખો લોકો ફાગવેલ સ્થિત ભાથીજી મહારાજના મંદિરે દર્શનાર્થે આવે છે ફાગવેલને પણ યાત્રાધામમાં સમાવવા ચિરાગભાઈ પટેલે રજૂઆત કરી હતી તેમજ ખંભાતના દરિયાકાંઠાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે જણાવ્યું હતું કે ખંભાતનું બંદર વિશ્વ સ્તરે નામના ધરાવતું હતું એક સમયે ખંભાતના બંદરે 84 દેશોના વાવટા ફરકતા હતા દુરો દેશો શહેરો ના લોકો ખંભાતના પ્રવાસે આવતા તેમજ વેપાર કક્ષાએ નામચીન ખંભાતમાંથી મણી મસાલાની નિકાસ પણ થતી હતી. આજે ખંભાતનો બંદર કામ પુરાવાને કારણે તેમજ સરકારને છૂપી નિષ્ફળતાને કારણે ધમધમતું બંદર માત્ર ઇતિહાસના પાને અકબંધ રહી ગયું ખંભાતનું બંદર પુનઃ ધમધમતું થાય તે માટે સરકારે પ્રયાસ કરવા જોઈએ તેમજ દરિયાકાંઠાના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવો જોઈએ એવી રજૂઆત ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં સરકાર સમક્ષ કરી હતી.

(સલમાન પઠાણ-ખંભાત)