રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે અને જેના કારણે ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉંથી લઈ જીરુ, વરિયાળી, બટાકા, ચણા, તમાકુ, શાકભાજી સહિતના પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આજે રાજ્ય સરકારે કહ્યું હતું કે, હજુ માવઠાની શક્યતા છે અને બાદમાં સરવે કરવામાં આવશે અને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવામાં આવશે. ખેડૂતોને માવઠાથી મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર તાકીદે સહાય કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યમાં ફાગણ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો છે જેના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ પડ્યો છે. ચોમાસામા પણ ન પડે તેવી રીતે વરસાદ પડ્યો છે અને અરવલ્લીના મોડાસા તાલુકામાં તો ૬ ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોના મહામોંઘા ખેતી પાકનો સફાયો થઈ ચૂક્યો છે. ઘઉં કાપણી કરેલા છે અને કાઢવાના બાકી છે તેવા અનેક ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. આ સિવાય તરબૂચ, પપૈયા જેવા પાકને પણ મોટો ફટકો પડ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે ત્યારે સરકાર આ મામલે સરવે કરીને સહાય કરે તેવી માગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. આ મામલે આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હજુ માવઠાની આગાહી છે જેના કારણે હાલ સરવે નહીં થાય પણ માવઠાની આગાહી પૂરી થઈ જશે એટલે તમામ જિલ્લાઓમાં નુકસાનીનો સરવે કરવામાં આવશે અને ખેડૂતોને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવશે.

Sponsored

भारी बचत कार और फ्यूल दोनों पर - भाटिया एंड कंपनी बूंदी

मारुती सुजुकी S-CNG कार खरीदने पर अब CNG भरवाएं मात्र ₹ 76.22 per/kg की कीमत में, मार्केट रेट से ₹ 13.46 कम कीमत में | मारुती कार खरीदने पर भारी बचत | नियम और शर्तें लागू |