ડીસા સાડીયા જલીયાણ ગૌસેવા આશ્રમમાં પૂજ્ય જલારામ બાપાના ભજન કાર્યક્રમ યોજાયો...

ડીસા તાલુકાના સોંડિયા ગામે ડીસા-રાધનપુર નેશનલ હાઈવે ઉપર નવનિર્માણ પામેલ સોંડિયા જલીયાણ ગૌસેવા આશ્રમમાં બનાસકાંઠા જિલ્લાનાં વિવિધ જલારામ સત્સંગ મંડળોએ હાજર રહી પૂજ્ય જલારામ બાપાના ભજન થકી આગવો નિજાનંદ માણ્યો હતો.જલારામ બાપાના ભજનના આ કાર્યક્રમમાં ડીસા,ધાનેરા,ભીલડી,દિયોદર જલારામ સત્સંગ મંડળોમાંથી અંદાજે 500 જેટલા જલારામ ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

    ગૌદર્શન,ગૌપૂજન,ભોજન પ્રસાદ સાથે યોજાયેલ આ કાર્યક્રમ માટે જલીયાણ ગૌસેવા આશ્રમના હિતેશભાઈ ઠકકર (બજરંગ),આર.ડી.ઠકકર,બાબુભાઈ સહિત વિવિધ ગૌભકતોએ નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું યુ ટ્યૂબ લાઈવ પ્રસારણ લોહાણા ન્યૂઝના આનંદભાઈ પી.ઠક્કર દ્રારા કરવામાં આવ્યું હતું.જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ,મહેશભાઈ ઉડેચા,કમલેશભાઈ રાચ્છ,દીલીપભાઈ રતાણી,દિનેશભાઇ ચોકસી,રમેશભાઈ પટેલ સહિત સૌ ટ્રાવેલીંગ વ્યવસ્થામાં સહાયક બન્યા હતા.આ દિવ્ય અવસરે પત્રકારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ સોંડીયા ખાતે હાલમાં 40 જેટલી ગાયોની માવજત થઈ રહી છે જેમાં ભવિષ્યમાં વધારો થનાર છે.તમામ ગાયકો તેમજ વાદકોએ સત્સંગની જમાવટ કરી હતી.

    વિવિધ જલારામ ભકતો તેમજ જલારામ સત્સંગ મંડળો દ્રારા ગૌમાતાઓની સારસંભાળ માટે આર્થિક યોગદાન જાહેર કરાયું હતું. શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા અગાઉ ટ્રેક્ટર ભેટ અપાયું હતું જ્યારે ફરીથી પણ ટ્રેક્ટર ટ્રોલી આપવાની જાહેરાત કરાઈ હતી.સમગ્ર કાર્યક્રમની વિશેષ સફળતા માટે અનેક ગૌભકતોએ સર્વ પ્રકારે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.દર વર્ષે સોંડિયા ગૌશાળામાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન થાય તેવો નિર્ણય કરાયો હતો.બનાસકાંઠા જિલ્લાનાં તમામ જલારામ સત્સંગ મંડળો દ્રારા ડીસા ખાતે પારકર યુવક મંડળના માધ્યમથી પૂજ્ય જલારામ બાપાનાં ભજન કરવાની પણ જાહેરાત કરાઈ હતી.