ડીસા આસેડા પાસે આવેલ દાંતીવાડા કેનાલમાંથી મકાઈના બિયારણની 20 જેટલી બોરીઓ મળી આવી..
બનાસકાંઠા માં ડીસા પાટણ હાઈવે પર આવેલ દાંતીવાડા કેનાલ માંથી મકાઈના બિયારણ ની 20 જેટલી બોરીઓ મળી આવી હોવાની ઘટના સામે આવી છે. આજુબાજુના ખેડૂતોએ બહાર નીકાળી હતી ડીસા પાટણ હાઈવે પર આસેડા ગામ પાસેથી નર્મદા જળાશય યોજનાની કેનાલ પસાર થાય છે જ્યાં આજે બપોરના સમયે અનાજ ભરેલી બોરીઓ તણાઈ આવતી હોવાનું માલુમ પડ્યું હતું જેથી આજુબાજુના ખેડૂતો તરત જ કેનાલ પાસે પહોંચ્યા હતા અને તપાસ કરતા મકાઈનું બિયારણ ભરેલી બોરીઓ હોવાનું જણાયું હતું જેથી ખેડૂતોએ કેનાલમાં ઉતરી 20 જેટલી મકાઈના બિયારણની બોરીઓ બહાર કાઢી હતી. બોરીઓ બહાર કાઢી તપાસ કરતા તેના પર રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડ લખેલું હોવાનું જણાયું હતું જોકે આ બિયારણની બોરીયો બહાર કાઢી તપાસ કરતા કેન્દ્ર સરકારની સબસીડી યુક્ત બિયારણ હોવાનું માલુમ પડ્યું હતું. જોકે અધિકારીઓએ કે સંચાલકોએ આ બિયારણ કેમ ફેંક્યું અને કઈ રીતે આ બિયારણ નહેરમાં આવ્યું તે અંગે કોઈ માહિતી હજુસુધી મળી શકી નથી