સૌરાષ્ટ ની દેહાણ પરંપરા ની જગ વિખ્યાત અને પાંચાળ પ્રદેશ નું પ્રગટ પિરાણુ અને લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે

ગત તા.18/3/2023 અને 19/3/2023 ના રોજ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા બે દિવસનો અભ્યાસ વર્ગ ની બેઠક યોજવામાં આવેલ હતી.

 આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન જગ્યા ના મહંત પ.પૂ.શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કરવામા આવેલ હતું...

આ કાર્યક્રમ મા વિશ્વ હિન્દૂ પરિષદ ના કેન્દ્રીય સંગઠન મંત્રી  વિનાયકજી દેશપાંડે, કેન્દ્રીય સેવા સંયોજક  અજયકુમારજી, પ્રાંત પ્રચારકજી RSS ના  મહેશભાઈ જીવાણી, ક્ષેત્રીય મંત્રી  અશોકભાઈ રાવળ,ક્ષેત્રીય સહમંત્રી  અશ્વિનભાઈ પટેલ, ક્ષેત્રીય બજરંગ દળ સંયોજક  ભાવેશભાઈ ઠક્કર, સૌરાષ્ટ પ્રાંત અધ્યક્ષ શ્રી ભરતભાઈ મોદી, સૌરાષ્ટ પ્રાંત મંત્રી  ભુપતભાઇ ગોવાણી તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઇ ધાધલ સહિત આ કાર્યક્રમ મા હાજર રહી વિશ્વ હિન્દૂ પરિષદ , બજરંગ દળ તેમજ આર.એસ.એસ નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો...

આ તમામ લોકો જગ્યા મા બે દિવસ દરમિયાન ખુબ સુંદર સરસ પ્રતિકૂળ વાતાવરણ અને આધ્યાત્મિક ભાવ સાથે આનંદ માળેલો હતો...

જગ્યા ની  બણકલ ગૌશાળા ની શુભેચ્છા મુલાકાત લીધેલ અને જગ્યા ના અન્નપૂર્ણા ભંડાર ની આધુનિકતા તેમજ તમામ જગ્યાની ચોખાઈ અને જગ્યા ની વ્યવસ્થા ભવ્યતા જોઈ ખુબ રાજીપો વ્યક્ત કરેલ હતો...

ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથ તેમજ મહંત શ્રી નિર્મળાબા ના આશીર્વાદ પણ લીધા હતા...

                                  

   અહેવાલ કનુભાઈ ખાચર