અમરેલી રૂરલ પો.સ્ટે.ના અપહરણના ગુનાના કામે આરોપીને તથા ભોગ બનનારને ઉતરપ્રદેશના ગાજીયાબાદ જીલ્લા ખાતેથી શોધી કાઢતી અમરેલી રૂરલ પો.સ્ટે.ની ટીમ

હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી તથા નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ,

અમરેલી જીલ્લામાં સગીરવયની કિશોરીઓને લલચાવી – ફોસલાવી લગ્ન કરવાની - લાલચ આપી ભગાડી લઇ જવાના ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓને ભોગ બનનાર કિશોરી સાથે શોધી કાઢવા સારૂ સુચના આપવામાં આવેલ,

જેથી પરીણામલક્ષી કામગીરી કરી આરોપીઓને ઝડપી પાડવા માટે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર પી.બી.લક્કડની જરૂરી સુચના અન્વયે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.

જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે. PART-A-૧૧૧૯૩૦૦૪૨૩૦૧૦૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ -૧૮ મુજબના અપહરણના ગુનાના કામે

આરોપી વિવેક અમૃતભાઇ લચ્છીભાઇ ગોહેલ (ખત્રી) રહે. અમદાવાદ, કઠવાડા રોડ, સીંગરવા, શ્યામવિલા સોસાયટી, ગાંધીનગર રોડ, તા.જી.અમદાવાદવાળો

 આ કામની ફરીયાદીની સગીર વયની દિકરીને કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરવાના ઇરાદે લલચાવી, ફોસલાવી ભગાડી લઇ જતા તા.૨૫/૦૨/૨૦૨૩ ના રોજ ગુનો દાખલ થયેલ

ત્યારથી આરોપી નાસતો ફરતો હતો. જે આરોપી ઉતરપ્રદેશના ગાજીયાબાદ ખાતે રહેતો હોવાની ચોક્કસ બાતમી મળતા પો.સબ.ઇન્સ જી.એન.કાઠીયા , તથા હેડ કોન્સ સિકંદરભાઇ બાબુભાઇ સૈયદનાઓ તાત્કાલીક ઉતરપ્રદેશ ખાતે જવા રવાના થયેલ

 અને સદર જગ્યાએ વોચ ગોઠવેલ દરમ્યાન આરોપીને તથા ગુનાના કામે ભોગ બનનાર કિશોરીને શોધી કાઢી તા.૧૮ /૦૩ /૨૦૨૩ ના રોજ મોજે ઉતરપ્રદેશના ગાજીયાબાદ, ખોડા કોલોની ખાતેથી પકડી પાડી હસ્તગત કરવામા આવેલ છે.

ગુનામાં પકડાયેલ આરોપીની વિગત :-

વિવેક અમૃતભાઇ લચ્છીભાઇ ગોહેલ (ખત્રી) રહે. અમદાવાદ, કઠવાડા રોડ, સીંગરવા, શ્યામવિલા સોસાયટી, ગાંધીનગર રોડ, તા.જી.અમદાવાદ,

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.