ભવન્સ કૉલેજ ડાકોરમાં ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિષય પર વ્યાખ્યાન યોજાયું...

ભવન્સ કૉલેજ ડાકોર ખાતે આજ રોજ તા.04/03/ 2023 ને શનિવારના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે એન એસ એસ પંથ પ્રકલ્પ દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી વિષય પર રાજ્ય સરકારના આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટેકનોલોજીકલ મેનેજર શ્રી જીગરકુમાર પટેલના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન.એસ.એસ. ભવન્સ કૉલેજ ડાકોરના 60 જેટલા વૉલટિયર્સ તથા આજુબાજું ના ગ્રામ્ય વિસ્તારના 37 જેટલા ખેડુતમિત્રોએ ખૂબજ ઉ સાહપૂર્વક ભાગ લીધો હતો .આ કેમ્પનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉકપિલ દવેએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.કે સી. રાઠવા એ કર્યુ હતું. કૉલેજના મેક કો ઓર્ડીનેટર ડૉ.મજ ગાંધી સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો

રીપોર્ટર . અનવર સૈયદ.