ડોલવણ તાલુકાના બેડા રાયપુરા ગામે કનુબાપા સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા અસ્થિવિષયક ખામી ધરાવતા દિવ્યાંગો સ્પેશ્યલ રમત મહોત્સવ અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને દિવ્યાંગ યુવાનોની રમત નિહાળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં કનુબાપા, મહેશબાપુ,પ્રમુખ શીતલભાઈ પટેલ બેડા રાયપુરા ગામના સરપંચ,ડોકટરો તેમજ ઘાણી અને બેડા રાયપુરા આશ્રમશાળાના બાળકો સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા