મણિનગર.અંધશાળા પ્રજ્ઞાચક્ષુ અને વિકાસગૃહની ૬૫ અનાથ દીકરીઓને માનવ સેવા યજ્ઞ રૂપે સારી કવોલિટીના ડ્રેસ અને સારી ગુણવતાવાળા બુટનુ વિતરણ સરદારધામ પ્રમુખ પ્રવિણાબેન ભીખુભાઈ કાબરીયા ના સૌજન્યથી કરવામાં આવ્યુ

પ્રવિણાબેન દ્વારા જરૂરિયાતમંદ દીકરીઓને ડ્રેસ અને બુટનુ વિતરણનું કાર્ય એ ખરેખર તેમની નિશ્ચલ અને નિઃસ્વાર્થ સેવાભાવના જ છે,તેમજ પ્રવિણાબેનનુ આ માનવસેવા યજ્ઞ સમાન કાર્ય વંદનીય,અભિનંદનીય અને પ્રેરણાદાયી છે.

        આ દીકરીઓને જયારે બુટ અને ડ્રેસ .નાસ્તો આપવામા આવ્યા ત્યારે દીકરીઓના મુખ પર ચંદન લેપની શીતળતા સમા અનેરા હર્ષ અને સંતોષની ભાવના દ્રશ્યમાન થતી હતી.

     આ માનવસેવા યજ્ઞના કાર્યક્રમમાં મહેમાન તરીકે

અરૂણાબેન માલાણી,દિવ્યાબેન સોજીત્રા,ઊર્મિલાબેન રાદડીયા,હંસાબેન ફીણાવા. સંગીતાબેન મેતલિયા બિંદિયાબેન કાબરીયા.દયાબેન કકાણી.નીતાબેન પાનસુરીયા.મીતાબેન વધાણી.સંગીતાબેન ગોજારીયા મજુલાબેન બોકરવાડીયા વગેરેની ગરીમાપૂર્ણ ઉપસ્થિતિથી સંસ્થાના કાર્યકરોના ઉત્સાહમા અને જુસ્સામાં વધારો થયો.

     કાર્યક્રમના અંતે સંસ્થાના વહીવટકરર્તા શ્રી બી.કે.જોષી,વાળા સાહેબ હરેશ દવે દ્વારા દાતાઓ અને ઉપસ્થિત મહેમાનોનો હાર્દિક આભાર વ્યક્ત કરવામા આવ્યો.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.