તારાપુર શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી સાર્વજનિક હાઇસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગના જુના મકાનના રિનોવેશન માટે એન આર આઇ દાતા દ્વારા રૂપિયા ૨૫ લાખનું માતબર દાન આપવાની જાહેરાત કરવામાં આવી
માદરે વતન તારાપુરના દાનવીર શૈલેષભાઈ કાંતિભાઈ પટેલ યુ.એસ.એ ની પ્રેરણાથી અને તેઓના દ્વારા દિલીપભાઈ બુદ્ધિભાઈ અમીન તારાપુર તરફથી સાર્વજનિક હાઈસ્કૂલ તારાપુર ઉચ્ચતર માધ્યમિક વિભાગના જુના મકાનના રીનોવેશન કામ માટે 25 લાખ રૂપિયાનું દાન આપવા માટેની સંમતિ પ્રાપ્ત થઈ છે.
રીનોવેશનનું કામકાજ ચંદ્રકાંતભાઈ રામભાઈ પટેલ તારાપુરના માર્ગ દર્શનથી અને તેઓના દ્વારા કરાવવામાં આવનાર છે.
આ પ્રસંગે તારાપુર કેળવણી મંડળ પ્રમુખ ભુપેન્દ્રભાઈ આર પટેલ દ્વારા દાનવીર શૈલેષભાઈ કાંતિભાઈ પટેલની પ્રેરણાથી દાન પ્રાપ્ત થયું છે તે માટે તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા દાતાશ્રી દિલીપભાઈ બુદ્ધિભાઈ અમીન તારાપુર તથા ચંદ્રકાંતભાઈ રામભાઈ પટેલનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.
ખાસ રિપોર્ટ : ભાવેશભાઇ આંજણા પટેલ પપ્પુભાઇ તારાપુર મો. ૬૩૫૨૨૪૯૯૪૨ / ૯૯૨૪૦૯૫૨૮૭