મહુધા નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું નગીનાવાડી થી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું નગરપાલિકા પ્રમુખ મીનાજબાનુ મલેક,ઉપ પ્રમુખ સાહિદ ખાન પઠાણ,કારોબારી ચેરમેન નાયદાબાનુ કાજી,ખીજજર ખાન પઠાણ,પાલીકા નાં પુર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ,નગરપાલિકા સભ્ય રૂપેશભાઈ રાઠોડ,વિધિ બેન પટેલ,જતીનભાઈ પટેલ સહિત સામાજિક અગ્રણી ફિરોજ ભાઈ મલેક હાજર રહ્યાં હતાં આ રેલીમાં ઢોલ નગારાં અને ડી.જે પર દેશભક્તિનાં ગીતો એ ભારે આકર્ષણ જમાવ્યું હતું . રેલીમા કે.એમ.પટેલ પ્રાથમિક શાળા તેમજ મહુધા નગરમાં આવેલ તમામ શાળા કોલેજ નાં વિદ્યાર્થીઓ અને આચાર્ય તેમજ શિક્ષક ગણ સહિત જોડાયા હતાં રેલી નગીનાવાડી થઈ નવાપુરા,ગાયત્રી મંદિર,બહુચર માતા મંદિર,અંબા માતા ચોક,હનુમાન ઢાળ,બજાર ચાર રસ્તાથી ચકલી થી ચોખંડી ભાગોળ થઈ સીમજી,ગફુરના ચકલા થી નડિયાદી ભાગોળ થઈને મહુધા નગરપાલિકા પાસે આવી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા એ પહોંચીને પુષ્પાંજલિ અર્પિત તથા સુતરની આંટી ચઢાવી ત્યાંથી ખોડીયાર પુરાની મુવાડી થી ડાકોર રોડ થઈ પરત નગીનાવાડી એ પહોંચી હતી જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું રેલીને સફળ બનાવવા માટે પાલિકાનાં કર્મચારીઓ,શાળા કોલેજ નાં આચાર્યો અને શિક્ષણ ગણે ભારે જહેમત ઉઠાવી તિરંગા યાત્રા રેલીનાં કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.