તારાપુર દાનવીર શૈલેષભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરાઇ

તારાપુર શહેરમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનોમાં અને દરેક સમાજ ઉપયોગી સેવાઓ થકી અનેક પ્રકારના સેવાકીય પ્રોજેક્ટોમાં અવિરતપણે પિતાની રાહે દાન આપનાર માદરે વતન તારાપુરના ભામાશા શૈલેષભાઇ કાંતિભાઇ પટેલની આજરોજ શુભેચ્છા મુલાકાત લઈ દાનવીરનું સન્માન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે તારાપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિજયભાઈ ભરવાડ, લાયન્સ ક્લબ ઓફ તારાપુર મંત્રી વિનોદભાઈ ભરવાડ, તારાપુર કેળવણી મંડળ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, જીણજ હાઈસ્કૂલના આચાર્ય ચંદ્રકાંતભાઈ, તારાપુર હાઇસ્કુલના આચાર્ય પરેશભાઈ સેવક દાનવીર શૈલેષભાઇ કાંતિભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું તે પ્રસંગની તસવીર આપને દ્રશ્યમાન થાય છે