પોલીસ મહાનિદેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવ અન્વયે

 જિલ્લાઓના ટોચના નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરી,

 આવા આરોપીઓને પકડવા સારૂ તેના ઉપર ઇનામ જાહેર કરવા અને આ ટોચના આરોપીઓને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય,

 જે અન્વયે ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓની સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ

અમરેલી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓને અંજામ આપી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા અને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ ટોપ - ૧૦ નાસતા ફરતા આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવેલ.

 અને આ આરોપીને પકડી પાડવા આરોપી દીઠ રૂ.૧૦,૦૦૦/- ની જાહેરાત કરેલ હતી,અને આ લીસ્ટેડ આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સને ૨૦૧૬ નાં વર્ષમાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના જાત્રુડા, અંટાળીયા, ગોઢાવદર, મોટા કણકોટ, નાના તેમજ મોટા લીલીયા, સનાળીયા તેમજ અમરેલી સીટી તથા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રણુજા પાર્ક, કે.કે.પાર્ક, રણુજા ધામ વિસ્તારમાં

કુલ ૨૫ ઘરફોડ ચોરીઓમાં સંડોવાયેલ તેમજ ૮ ગુનાઓના કામે છેલ્લા ૭ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે વડોદરા જિલ્લાના કરજણ તાલુકા વેમરડી ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

ભાયા કમરૂભાઇ પરૂડીયા, ઉ.વ.૩૦, રહે.ચગદી, બોરવાલ ફળીયુ, તા.જોબટ, જિ.અલીરાજપુર (મધ્યપ્રદેશ) હાલ રહે.વેરમડી, તા.કરજણ, જિ.વડોદરા.

પકડાયેલ આરોપી ભાયા કમરૂભાઇ પરૂડીયા નીચે મુજબના ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં નાસતો ફરતો હતો,

(૧) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૦૨/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦,૧૧૪ મુજબ,

(૨) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૦૯/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦,૧૧૪ મુજબ

 (૩) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૫/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦,૧૧૪ મુજબ.

(૪) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૮/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦,૧૧૪ મુજબ.

(૫) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૨૧/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૩૮૦,૧૧૪ મુજબ.

(૬) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૨૬/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૪૨૭, ૧૧૪ મુજબ

(૭) લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૨૯/૨૦૧૬, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ.

(૮) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૮૨/૨૦૧૬, ઇ.પી.કો.કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ

પકડાયેલ આરોપીની પુછ પરછ દરમ્યાન જણાય આવેલ હકિકતની વિગતઃ-

પકડાયેલ ઇસમની પુછપરછ દરમ્યાન પોતે તથા તેના સાગરીતો,

 જેમાં પારૂ ઉર્ફે કાળુ જુરસિંહ બામણીયા તથા કાળુ ઉર્ફે રમેશ ભુરસિંહ બામણીયા તથા કેરમા ઉર્ફે ભુરો નાકુ ભુરીયા સાથે મળી,

સને ૨૦૧૬ નાં વર્ષમાં જાત્રુડા ગામે ઘરફોડ ચોરી,

લીલીયાના હરિપર ગામે ઘરફોડ ચોરી,

અમરેલીમાં લાઠી રોડ ઉપર કે.કે.પાર્કમાં બે વખત ઘરફોડ ચોરી,

લીલીયાના ગોઢાવદર ગામે ઘરફોડ ચોરી,

લીલીયાના સનાળીયા ગામે ઘરફોડ ચોરી,

અમરેલીમાં રણુજા ધામ સોસાયટીમાં બે વાર ઘરફોડ ચોરી,

લીલીયાના મોટા કણકોટ ગામે ઘરફોડ ચોરી,

લીલીયા ટાઉનમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરી,

લીલીયાના અંટાળીયા ગામે વંડી ટપી ઘરમાંથી ચોરી,

 નાના લીલીયા ગામે બે મકાનોના તાળા તોડી ચોરી,

મોટા લીલીયા ગામે ચારેક દુકાનોમાં ચોરી

તેમજ બાબરા, ઉંટવડ, ધ્રોલ, ચરખા, આંબા, લીલીયા બાયપાસ ચોકડીએ ગલ્લાઓ તોડેલ,

તેમજ લીલીયાના હરિપર ગામે આવેલ આશ્રમમાં બે વાર ચોરી

મળી કુલ ૨૫ ચોરીઓ કરેલ હોવાનું જણાવેલ.

 મજકુર આરોપી તથા તેના સાગરીતો મધ્યપ્રદેશથી સૌરાષ્ટમાં આવી મજુરી કામ કરી રેકી કરી બંધ મકાનો બંધ દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરી કરતા હતા.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ. એમ.ડી.સરવૈયા તથા હેડ કોન્સ. અજયભાઈ સોલંકી, આદિત્યભાઈ બાબરીયા તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.