કઠલાલ તાલુકાના વાવના મુવાડા ગામમાં છ જેટલી ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાયા હતા.ઘટનાની જાણ થતા કઠલાલ પશુ ચિકિત્સક દ્વારા સ્થળ ઉપર પહોંચી સ્થળ તપાસ કરી અને સારવાર તથા રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની વધુ માહિતી જોવામાં આવે તો, વાવના મુવાડા ગામમાં કેટલીક ગાયોમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા હતા. જેથી પશુપાલકોમાં ફફ્ળાટની લાગણી વ્યાપી ગઇ હતી. આ બાબતે સ્થાનિક પશુપાલક તબિબનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ તેઓના દ્વારા સારવાર કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે કઠલાલ પશુ ચિકિત્સક ડૉક્ટર રજનીકાંત પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે વાવના મુવાડા ખાતે નવી ખરીદેલ એચ.એમ ગાયોમાં જણાવ્યું હતું.

 લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા ત્રણ ખરીદેલ ગાય અને અન્ય ત્રણ ગાયોમાં શંકાસ્પદ લમ્પી વાયરસ જોવા મળ્યો હતો. પશુ ચિકિત્સકો દ્વારા તાત્કાલિક સારવાર કરવાની અને રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ તાલુકાના અન્ય ગામોમાં પણ રસીકરણ કરવાની કામગીરી અને લમ્પી વાયરસની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ છ ગાયમાંથી ચાર ગાય સ્વસ્થ થઈ છે અને બે ગાયોની સારવાર ચાલુ છે. લમ્પી વાયરસને જોતા હાલ નવી ગાયોની ખરીદી કરવી નહીં અને પશુઓનું ધ્યાન રાખવું તેમ તેઓએ જણાવ્યું હતું.