ડીસા ત્રણ હનુમાન રોડ પર ખુલ્લી ગટરની બાજુમાં ખાડામાં રાત્રે દરમિયાન કાર ખાબકી..

નેશનલ હાઇવે ઓથોરિટી ની બેદરકારી ના કારણે હાઈવે પર ઠેરઠેર ઉભરાઈ રહ્યા છે ગટરનાં ગંદા પાણી..

પિતકુપા ગેસ્ટ હાઉસ ની આગળ છેલ્લા કેટલાય સમય થી ખુલ્લી ગટરનાં કારણે સ્થાનિક વેપારીઓ રાહદારીઓ વાહનચાલકો ભોગવી રહ્યા છે મુશ્કેલીઓ..

પાલિકા દ્વારા અધુરી કામગીરી કરી છોડી દેવાતાં જોવા મળી રહી ખુલ્લી ગટર..

ખુલ્લી ગટર ના કારણે દુર્ગંધ ફેલાતાં રોગચાળાની પણ ભીતી સેવાઈ..

રાત્રે દરમિયાન પડેલા વરસાદ ના કારણે ગટરની બાજુમાં પડેલા ખાડામાં કાર પડી સદનસીબે મોટી જાનહાનિ ટળી..

તાત્કાલિક અસરથી નેશનલ હાઇવે ઓથોરિટી અને પાલિકા દ્વારા ખુલ્લી ગટર પર સ્લેબ ઢાંકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી..