ડીસા ત્રણ હનુમાન રોડ પર કાર ખાડામાં ખાબકી જાનહાનિ ટળી લોકોમાં ભારે આકોશ ફેલાયો..

નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગંભીર બેદરકારીથી વાહનચાલકો મુકાઈ રહ્યા મુશ્કેલીમાં...

ડીસા હાઈવે પર છેલ્લા કેટલાય સમયથી નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના લીધે રાહદારીઓ સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ડીસા ટાફે ટ્રેક્ટર શો રૂમની રીલાયન્સ પેટ્રોલપંપ સુધી ના બને તરફનાં સર્વિસ રોડ પર ઠેરઠેર ખાડાઓ તેમજ ખુલ્લી ગટરોના કારણે ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશોનું ધ્યાન દોર્યું હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ડીસા શહેરમાં રાત્રે દરમિયાન પડેલા વરસાદના કારણે ત્રણ હનુમાન રોડ પર વષોથી પડેલ ખુલ્લી ગટરની બાજુમાં પડેલા ખાડામાં એક કાર ખાબકી હતી જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી પરંતુ વષોથી આ રોડ પર ગટરનાં ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે નંગરપાલિકાની હદ ના હોવા છતાં અડધા ભાગમાં પાલિકા દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી છે અને અડધા ભાગમાં કામગીરી અધુરી છોડી દેવામાં આવી છે જેને લઈને આકસ્મિક ઘટના બનવાની શક્યતા સેવાઈ રહી છે ચુંટાયેલા પ્રતિનિધિઓ સહિત પાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી રોજબરોજ આજ રસ્તા પર અવરજવર કરી રહ્યા છે પરંતુ આ સામાન્ય સમસ્યાને દૂર કરવા માટે કેમ ‌હજુસુધી આગળ નહી આવતાં હોય તેવા સવાલો રાહદારીઓ અને વાહનચાલકો ઉઠાવી રહ્યા છે પાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીની આંતરીક ભેદ ભાવભરી નીતીના કારણે શહેરીજનો અને હોસ્પિટલમાં સારવાર અર્થે આવતાં દર્દીઓ સહિત શોપિંગ સેન્ટરમાં વેપાર ધંધો કરતા વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને સોશિઅલ મિડિયાના માધ્યમથી રજુઆત કરાઈ છે અને ટુંક સમયમાં સમસ્યાને દૂર કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે હવે જોવાનું રહ્યું કે વષોથી ખુલ્લી પડેલી ગટરને ઢાંકી અને ગંદા પાણી ઉભરાતા બંઘ કરવાની સમસ્યાને દૂર ક્યારે થશે..