કમોસમી વરસાદથી મરચાં-જીરાના ભાવ આસમાને: ડીસામાં ગત વર્ષ કરતા ઉત્પાદન ઘટતાં ભાવમાં 30થી 50 ટકા વધારો, બારેમાસના મસાલા ખરીદતી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

વર્તમાન સમયમાં મરચા અને ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે મધ્યમવર્ગ માટે આ વર્ષે અસહ્ય ભાવ વધારાને કારણે બારેમાસનો મસાલો ભરવો મોટો આર્થિક બોજો બની ગયો છે. મરચું અને જીરાના ભાવ ગત વર્ષ કરતા દોઢ ગણા વધી જતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં પણ અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો ભરવાની સિઝન ચાલી રહી છે અને મોટાભાગે લોકો અત્યારે મરચું, હળદર જીરુ સહિત તમામ મસાલાની ખરીદી એકસાથે કરતા હોય છે.