હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લા વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવાયું છે જે આગાહી મુજબ મહુવા તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે અચાનક વરસાદ વરસી પડ્યો હતો કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાતા પાણી પાણી થઈ જવા પામ્યું હતું તો કમોસમી વરસાદથી ખેતીના પાક તેમજ કેરીના પાકને નુકસાન થવા પામ્યું છે.