તારાપુર ચોકડી રોડ પર કૃષ્ણનગર પાસે રોગ સાઇડે આવતી બોલેરો કારે એક્ટિવાને હડફેટે લેતા 2 ઈજાગ્રસ્ત

શુક્રવારે રાત્રે 9-30ના અરસામાં તારાપુર ગામ તરફથી મોટી ચોકડી તરફ એક યુવક એકક્ટિવા નંબર.GJ .7. BJ 8565 લઈને જતો હતો જે સમયે તારાપુર મોટી ચોકડી તરફથી ગામ તરફ રોડની રોગ સાઇડે આવતી બોલેરો કાર નંબર GJ. 01. JT. 7542 એક્ટિવા સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં એક્ટિવાનો ચાલક અને તેની પાછળ બેઠેલ મહિલા ફંગોડાઇ હતી અને બન્નેને ઈજાઓ થતાં ૧૦૮ મારફતે સારવાર માટે ખસેડાયા હતા જ્યારે રોગ સાઇડે આવતી બોલેરો કારનો ચાલક કાર મુકીને નાસી છૂટયો હતો..