હવામાન વિભાગની વધુ પાંચ દિવસની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં ફરી કમોસમી વરસાદ થયો છે. અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના પાલનપુર,ડીસા, ધાનેરા, દાંતીવાડા, પાંથાવાડા, અમીરગઢ અને ઇકબાલગઢ,દાંતા સહિતના વિસ્તારમા કમોસમી વરસાદના ઝાપટા પડ્યા હતા.

પાંથાવાડા સહિત અન્ય ઘણા વિસ્તારમાં કરા પણ પડ્યા હતા.જેથી ઘઉં, રાયડો, એરંડા જીરું સહિતના તૈયાર પાકોના લેવાના સમયે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

હવામાન વિભાગની આગાહીને લઈ બનાસકાંઠા જિલ્લામાં બપોરના સુમારે ભારે ઉકળાટ બાદ સંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

જેમાં અમીરગઢ, ઇકબાલગઢ, દાંતીવાડા, પાંથાવાડા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા ખેડૂતોને ચિંતાતુર બન્યા છે.

જેમાં ઘઉં રાયડો એરંડા જીરું સહિતના પાકો લેવાના સમયે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

જેથી વધુ એક કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે.હજી ચાર દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.