તારીખ 17/3/23 શુક્રવારના રોજ પાટણ જિલ્લા લિમ્બચિયા કર્મચારીશ્રીઓની કારોબારી મિટિંગ યોજવામાં આવી હતી.શ્રી અશોકભાઈ પી.નાયી (સરેલ)ના નિવાસસ્થાન પાટણ મુકામે ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ નાયીની અધ્યક્ષતામાં આ મીટીંગ મળી હતી. જેમાં કારોબારીના તમામ સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા.કારોબારીએ સર્વાનુમતે પ્રમુખશ્રી તરીકે રમેશચન્દ્ર પરસોતમદાસ લીંબાચિયા (જાખેલ)મ.શિક્ષક ( ચાણસ્મા હાઈસ્કૂલ )ની વરણી કરી હતી.તેમજ
મંત્રીશ્રી તરીકે શૈલેષભાઈ લીંબચિયા (ડાભી) એસ.ટી.ડિપાર્ટમેન્ટ (R.S.S.)ની વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત અન્ય હોદ્દેદારની પણ સર્વાનુમત્તે વરણી કરવામા આવી હતી.આ પ્રસંગે વઢિયાર સમાજ ના પ્રમુખશ્રી મુકેશભાઈ પી. નાયી (સરેલ) ના પુત્ર લક્ષ તારીખ 20/3/23 ના રોજ ઉચ્ચ અભ્યાસાર્થે વિદેશ જઈ રહ્યા હોઈ તેમનું પણ તમામ સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.પ્રમુખશ્રી,મંત્રીશ્રી તથા ઉપપ્રમુખશ્રી કમલેશભાઈ પલાસર વગેરેએ પોતાના વિચારોને વાચા આપી હતી.લીંબાચિયા કર્મચારી મિત્ર મંડળની ઉતરોત્તર પ્રગતિ થાય એના માટે સૌ મિત્રો પ્રયત્ન કરે એ ભાવના સાથે છૂટા પડ્યા હતા...