ખંભાતના વાસણા ગામમાં એક યુવક સાથે અજાણ્યા યુવકે ઓનલાઇન છેતરપિંડી કરીને રૂપિયા 37,000 ની છેતરપિંડી કરી છે.

ખંભાત તાલુકાના વાસણા ગામે પ્રાથમિક શાળાની પાછળ રહેતા રાહુલકુમાર ભઈલાલભાઈ પરમાર ખેતી કરીને ગુજરાત ચલાવે છે રાહુલભાઈના મિત્રએ ફોન કરીને amazon પર રૂપિયા 2900 ની ઇયર બર્ડ્સ ₹99 માં મળે છે તેની લીંક ઉપર ક્લિક કરીને પ્રોસેસ કરો તેઓ ફોન કર્યો હતો જેથી રાહુલે એ લિંક ઉપર ક્લિક કરી ઈયર બસ મેળવવાની પ્રોસેસ હાથ ધરી હતી એ વખતે મોબાઇલમાંથી ઓટીપી નંબર મેળવી લઈ અલગ અલગ હપ્તાની રકમ ખાતામાંથી ઉપાડી લીધી હતી. એમ કરીને કુલ 37,000 રાહુલના ખાતામાંથી ઉપડી ગયા હતા જેને પગલે રાહુલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ખંભાત પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)