ચડોતરમાં અમુલ બ્રાન્ડના નામે ડુપ્લીકેટ ‘ધી’નું વેચાણ કરનાર સામે ફરિયાદ થઈ

પાલનપુર તાલુકાના ચડોતર ગામે ગઢ રોડ ઉપર આવેલ કે.બી લોજીસ્ટ્રિક પાર્કમાં દુકાન ભાડે રાખીને નેમાભાઈ જુવારાજી માળી નામનો વેપારી અમુલ બ્રાન્ડના લોગોનો દુરુપયોગ કરે ઘીના પાઉચ ઉપર અમુલ બ્રાન્ડનો લોગો લગાવી અમુલના નામે ઘી સહિતની ચીજ વસ્તુનું વેચાણ કરી લોકોમાં આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યો હોવાની બાતમીના આધારે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ના સેલ્સમેન જય વિનોદકુમાર ગજજરે તા.૧૭ ફેબ્રુઆરીના રોજ આ દુકાન ઉપર થી ડુપ્લીકેટ અમુલ બ્રાન્ડના ધીના પાઉચની ખરીદી કરી તેની તપાસ કરાવતા આ ઘી ના પાઉચ પર લગાવી લોગો ડુપ્લીકેટ હોવાનું અને પાઉચમાં લોકોનું આરોગ્ય જાેખમાય તેવા ઘીનું અમુલ માં નામે વેચાણ કરવામાં આવતું હોવાનું માલુમ પડતાં આ વેપારી સામે અમૂલના નામે ડુપ્લીકેટ ઘી વેચવા બદલ તેમજ અમુલ બ્રાન્ડના લોગોનો દુરુપયોગ કરવા બદલ કોપીરાઈટનો ભંગ કરવા બદલ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.