અમરેલી જીલ્લામાં વિશ્વાસધાત તથા ઠગાઇ કરનાર આરોપીને તથા નામ.કોર્ટ તરફથી આવતા પકડ વોરંટના આરોપીઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ હોય,
જેથી પરીણામલક્ષી કામગીરી કરી, મહત્તમ પેટ્રોલીંગ ફરી, આવી ગુનાહીત ગેરકાયદેસર પ્રવૃતી કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય,
જેથી દામનગર પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. એચ.જી.ગોહીલ નાઓની રાહબરી હેઠળ દામનગર પો.સ્ટે.ની ટીમ બનાવી ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની કામગીરી હાથ ધરવામા આવેલ.
જે અંતર્ગત દામનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૧૭૨૨૦૪૮૫૨૦૨૨ આઇ.પી.સી. કલમ- ૪૦૩,૪૦૬,૪૦૯ મુજબના ગુન્હાના કામે તથા લાઠી કોર્ટના ફૉ.કે.નં.૮૧૦/૨૨ ના કામે
રાજકુમાર બાસુદેવ શર્મા રહે,દાનાપુર, પટના, (બિહાર) વાળો પોતાની કાયદેસરની અટક ટાળવા નાસતો ફરતો હોય.
જેથી મજકુર આરોપીને પકડી પાડવા દામનગર પો.સ્ટે.ની ટીમ આરોપીના વતન પટના, બિહાર ખાતે તપાસમાં ગયેલ અને ખાનગી બાતમી તથા ટેકનીકલ સોર્સ આધારે તપાસ કરી આ કામના આરોપીને બિહાર, પટના ખાતેથી પકડી પાડી
સદરહું ગુન્હાના કામે ધોરણસર અટક કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત:-
રાજકુમાર બાસુદેવ શર્મા રહે.દાનાપુર કેન્ટ. બસ સ્ટેન્ડ મેઇન રોડ, માર્શલ બજાર, ભારત પેટ્રોલ પંપની બાજુમાં એસ.બી.આઇ. બેંક એ.ટી.એમ સામે, ચંદ્રકાંતી સ્ટુડીયોની સામે, પટના, રાજય-બિહાર
આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-
દામનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૩૦૧૭૨૨૦૨૬૬/૨૦૨૨ આઇ.પી.સી. કલમ-૪૦૩,૪૦૬,૪૦૯ મુજબ
આ કામગીરી પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી નાઓની સુચનાથી નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી અમરેલી વિભાગનાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન હેઠળ દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.જી.ગોહીલ નાઓની રાહબરી હેઠળ આરોપીની તપાસમાં બિહાર ગયેલ દામનગર પો.સ્ટે.ની ટીમ અના હેડ કોન્સ કનુભાઇ રાજાભાઇ સાંખટ તથા પો.કોન્સ. પ્રકાશભાઇ જયંતીભાઇ ડેરવાળીયા તથા પો.કોન્સ. અજીતદાન ઇશ્વરદાન ગઢવી નાઓ દ્વારા કરવામા આવેલ છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.