ખેડબ્રહ્માના ચિખલા રોડ પર આગ લાગતાં ઘઉં બળીને ખાખ 

ખેડબ્રહ્મા શહેરથી ચિખલા રોડ પર આવેલ પટેલ મહેશભાઈ નારાભાઈનું ખેતર આવેલ છે તેમાં આવેલ યુજીવીસીએલની ડીપી આવેલ છે જેમાં ગુરુવાર બપોરે અચાનક શોર્ટ શર્કિટ થતાં ઘઉના ખેતરમાં આગ લાગી હતી જેથી ખેડબ્રહ્મા નગરપાલિકા ફાયર વિભાગમાં જાણ કરતાં સંતોષ પટેલ અને ટીમ ધ્વારા સ્થળ ઉપર પહોચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો પણ ત્યાં સુધીમાં ઘણા ઘઉં બળી જતાં ખેડૂત ને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો મહેશભાઈએ જણાવ્યુ હતુ કે યુજીવીસીએલની ડીપીમાં વારંવાર તણખા ઝરે છે તે અંગે રજૂઆત કરવા છતાં રિપેરિંગમાં આવતા નથી અને આજે પણ કોલ કરવા છતાં પણ મોડે સુધી આવ્યા નથી