પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની ૧૪૩ મી જન્મ જયંતી નિમિત્તે....

જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરાયું

તારીખ ૧૬.૩.૨૦૨૩ ના રોજ પાલનપુરમાં સીમલા ગેટ વિસ્તારના પવન ફૂટવેર પાસે સ્વામી લીલાશાહ મહારાજ ની ૧૪૩ જન્મ જયંતી નિમિત્તે જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાળજાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી જીવદયા મા રાતદિવસ અલગ અલગ સેવા આપતા હોય છે,પક્ષી પ્રાણીઓ ઘાયલ હોય ત્યારે તાત્કાલિક ત્યાં પહોંચી સેવા આપતા હોય છે, કોઈ પક્ષી પ્રાણી ગટરમાં ફસાઈ ગયા કે કોઈ પક્ષી પ્રાણી કુવા પડી ગયા હોય તો સહી સલામત તેને બહાર કાઢવામાં આવે છે,કોઈ પક્ષી ઝાડ માં દોરીથી ફસાઈ ગયેલ હોય ત્યારે પોતાનો કિંમતી સમય ફાળવીને સેવા આપતા હોય છે, આ સેવા કાર્યમાં જીવદયા ફાઉન્ડેશનના પ્રમુખ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી, પરાગભાઈ સ્વામી. દિનેશભાઈ શર્મા. હરિભાઈ વિષ્ણુ મહારાજ કનુભાઈ પટેલ પમુખ.રોટલી કલબ.પાલનપુર સીટી. ગૌતમભાઈ કેલા, ડોક્ટર એલ. સી. પટેલ. ગિરધારીલાલ ગેહાની. નીરૂબેન શાહ . નિકુલભાઇ પટેલ. ચંદનભાઈ.વિપુલભાઈ , હસમુખભાઈ દરજી.

વગેરે હાજર રહી પ્રોગ્રામ સફળ બનાવેલ હતો