ડીસા શહેરમાં સિંધી કોલોની વિસ્તારમાં સ્વામી લીલાશાહ મહારાજની ૧૪૩ મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવણી કરાઈ...
આજે સમગ્ર ગુજરાતમાં પુજ્ય સંત શ્રી શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજની જન્મજયંતિ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારમાં આવેલા પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી સ્વામી લીલાશાહ મહારાજની (૧૪૩) મી જન્મ જયંતી ધામધૂમથી ઉજવણી કરવામાં આવ્યું હતું જેમાં સવારે આરતી બાદ હવન યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં મોટીસંખ્યામાં સિન્ધી સમાજનાં ભક્તજનો ઉપસ્થિત રહીને હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી સાથે બપોરે ભોજન પ્રસાદ સહુ ભક્તજનો ઉપસ્થિત રહીને સમુહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તેમજ લીલાશાહ મહારાજના મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી શહેરના રાજમાર્ગો પર ફરી પરત મંદીરે ફરી હતી શોભાયાત્રામાં સિન્ધી સમાજનાં ભક્તજનો સહિત મોટી સંખ્યામાં શહેરજનો પણ જોડાયાં હતાં જ્યારે સાંજે ૭:૩૦ કલાકે મહા આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષની જેમ આ વર્ષે બાપુ લીલાશાહની જન્મ જયંતી સારી રીતે ઉજવાય તે માટે સ્વામી લીલાશાહ સેવા સમિતિ દ્વારા સુંદર આયોજનમાં સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી દર્શન તેમજ પ્રસાદનો લાભ લીધો હતો સ્વામી લીલાશાહ મહારાજની જન્મ જયંતિ પ્રસંગે પાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સહિત પાલિકાના ચુંટાયેલા સદસ્યો અને શહેરના ભક્તજનો ઉપસ્થિત રહીને સ્વામી લીલાશાહ મહારાજનાં દર્શન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી..