ગુજરાત ફ્લોરોકેમીકલ્સ લિમિટેડ રણજીતનગર દ્વારા ssc બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન અને ગુલાબનું ફુલ આપી ને શુભેચ્છા પાઠવી ઘો

ઘંબા તાલુકાના રણજીતનગર મુકામે ગુજરાત ફલોરોકેમિકલ્સ લિમિટેડ દ્વારા માધ્યમિક વિદ્યા મંદિર સ્કૂલ માં ssc બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન અને ગુલાબનું ફુલ આપી અને નિર્ભય બનીને પરીક્ષા આપવા તેમજ જીવનમાં આગળ વધે તેવી શુભેચ્છા પાઠવવા માં આવી, 

આ કાર્યક્રમ દરમ્યાન GFL કંપની કર્મચારી ગણ શ્રી જીજ્ઞેશ શાહ, શ્રી જીજ્ઞેશ મોરી, ડૉ. કુલીન પરમાર, હાર્દિક વૈધ્ય, તેમજ રણજીતનગર ગામના અગ્રણી સામાજિક કાર્યકર શ્રી શૈલેષ પટેલ, ગામના ઉપ સરપંચ શ્રી મિત્તલ પટેલ, ઠાકોરભાઈ પટેલ, માધ્યમિક વિદ્યા મંદિર સ્કૂલ ના શિક્ષકગણ દ્વારા ssc બોર્ડ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી.