ગતરાત્રિએ ખંભાતમાં કડાકા ભડાકા સાથે વરસાદનું માવઠું વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું હતુ.ખંભાતના શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં ફૂંકાતા પવન સાથે વરસાદ વરસ્યો હતો.ખંભાતના કતકપુર વિસ્તારમાં એક ખેતરમાં તારના ઊંચા ઝાડ પર વીજળી પડતા જ એકાએક આગ લાગી હતી.જેને કારણે તારનો ઝાડ બળીને ખાખ થઈ ગયો હતો.જો કે આસપાસના વિસ્તારમાં રહેતા રહીશોને સદનશીબે કોઇ જાનહાનિ થઈ ન હતી.

(સલમાન પઠાણ-ખંભાત)

9558553368