લાખણી (મેરૂજી પ્રજાપતિ)

 લાખણી તાલુકા સંઘ ની જમીન બિન અધિકૃત રીતે વેચાણ થતાં ખેડૂત આલમ માં રોષ વ્યાપી જવા પામેલ. ભાજપ ના અમુક આગેવાનો મળી ભ્રષ્ટાચારની ભગબટાઈમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનવી ૫ કરોડ ની જમીન રેકર્ડ પર માત્ર ૧કરોડ ૧૧ લાખ કિંમત દર્શાવી બિન અધિકૃત રીતે વેચી મારેલ હોવાનું ચર્ચાસ્પદ બનેલ.લાખણી તાલુકાના ખેડૂતોની સહિયારી સહકારી મિલકત વેચાતા ખેડૂતોસાથે અન્યાય થયાની લાગણી પ્રસરી જવાપામેલ. ત્યારે આ બાબતે જાગૃત ખેડૂતો એ વોંધોં લેતા તેમની વિરુદ્ધ મો યોગ્ય કાયદા ની ભાષા મો રજુઆતો કરતા નાયબ કલેકટર સાહેબ શ્રી દીઓદર ના ઓ એ આ વેચાણ નોંધ ના મંજૂર કરેલ અને બોર્ડ ઓફ નોમીની મહેસાણા ના ઓ એ આજ રોજ તેમના વિરૂદ્ધ દસ્તાવેજ રદ કરવા ની પ્રક્રિયા હાથ ધરી સ્ટે આપેલ છે. 

લાખણી ખાતે આવેલ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન અને ઓફીસ નું ગેરકાનૂની કાર્યવાહી કરી વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવેલ જેની સામે જાગૃત અગ્રણીઓ દ્વારા વાંધો લેવામાં આવતાં દિયોદર ના નાયબ કલેકટરશ્રી ની કોર્ટ માં કેશ ચાલતાં ગુજરાત સહકારી કાયદા નો ભંગ થયેલો હોઈ વાંધો લેનાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી વેચાણ લેનાર એ પડાવેલ નોંધ નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.

  તદુપરાંત ખેડૂતો ની સંસ્થાની આ મિલકત હોઈ ખેડૂતો ના હિતમાં લાખણી તાલુકા પંચાયતના પૂ.પ્રમુખ શ્રી મહેશ દવે જસરા એ આ અંગે સહકારી અધિનિયમની જોગવાઈ હેઠળ નામદાર બોર્ડ ઓફ નોમીની કોર્ટ મહેસાણા સમક્ષ લવાદ દાવો રજુ કરી ખેડૂતોની એમિલ્કત મેળાપીપણામાં અંગત ફાયદો મેળવવા વેચાણ આપનાર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને વેચાણ લેનાર વ્યક્તિ વિગેરે ને પક્ષકારો બનાવી વેચાણ લેનાર આ જમીન ઉપર કોઈ પણ જાતનું બાંધકામ કરે કરાવે નહી કે કોઈ પણ જાતનો બોજો કરે કરાવે નહી તેવો મનાઈ હુકમ આપવા બાબત રજુઆત કરતાં મહેશ દવે ની રજુઆત ને માન્ય રાખી નામદાર બોર્ડ ઓફ નોમીની કોર્ટ મહેસાણા એ યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો છે આ આદેશ થી તાલુકા ખરીદ વેચાણ સંઘની જમીન ઉપર બાંધકામ કરવાના પેતરા બંધ થશે અને દસ્તાવેજ રદ કરવાની શ્રી મહેશદવેની આ લવાદ દાવા ની મુખ્ય અરજી ઉપર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ત્યારે લાખણી ની એ વિવાદી મિલકત સંબંધે જાહેર જનતા ને ચેતવણી કે આવા ભ્રષ્ટ લોકો દ્વારા આ જમીન પર દુકાનો વગેરે બનાવવા નો નક્સો બનાવી અને લોકો ને ભરમાવી તેમના ફસાયેલ રૂપિયા ઊભા કરી બીજા વેપારી ઓ ને ફસાવી દેવા ના પેતરા ચાલુ છે તો કોઈએ હાલ તે જમીન મો નક્સા પર થી દુકાનો ખરીદવી નહિ નહિતર ભવિષ્ય મો તમારા પૈસા ફસાઈ જસે પાપ છુપે ન છૂપો છુપાયો ની ઉક્તિ અનુસાર ખોટું હંમેશા ખોટું જ રહે છે. તે ક્યારેય સાચું થઈ શકતું નથી માટે સાવચેત રહો અને ખોટા નો વિરોધ કરોના મેસેજ વાયરલ કરી જાગૃત નાગરિકો દ્વારા અન્ય ખરીદી ઇચ્છુક લોકોન ફસાય તે માટે અપીલ કરાયેલ છે.