ઈન્દ્રણજ પાસે ટ્રેકટર અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રેકટર પર સવાર બે ઈસમો પૈકી એકનુ ધટના સ્થળ પર મોત એકની હાલત ગંભીર ધોળકાના ગાણોલ ગામના ખેડૂત વિજયસિંહ બચુભાઇ ચાવડા પોતાના ખેતરમાં પકવેલ ઘઉંનો પાક ભરીને તારાપુર માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા હતા જે સમયે તેઓના ટ્રેકટરની પાછળ આવતી ટ્રકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો પાછળથી આવતી ટ્રકે ટ્રેકટરને જોરદાર ટક્કર મારતા ટ્રેક્ટર 500 ફૂટ જેટલુ ઢસડાયું હતું જેમાં ટ્રેકટરમાં બેઠેલ રમેશભાઇ હીરાભાઇ જાદવ અને ટ્રેક્ટર માલીક હેઠે પટકાયા હતા જેમાં રમેશભાઇને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓનું ધટના સ્થળ પર મોત નિપજ્યું હતું જ્યારે ટ્રેકટરના માલિકને પગના ભાગે ઈજાઓ થતાં બોરસદની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જી ટ્રકનો ડ્રાયવર ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસ ધટના સ્થળે આવી મૃતદેહને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે