સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવા આવી હતી જે અંતર્ગત સુરત જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ થયો હતો.પવનના સૂસવાટા સાથે અને ગાજવીજ થયેલા વરસાદના કારણે સોથી વધુ નુકસાન કેરી પકવતા ખેડૂતો ને થયું છે આ વર્ષે કેરીનો પાક સામાન્ય રહ્યો છે તે સમયે જ માવઠું થતા ખેડૂતોને પડતા પર પાટુ જેવા થયા છે.

       સુરત જિલ્લાના મહુવા તાલુકામાં કેરીનું ઉત્પાદન વધુ થાય છે.આ વર્ષે કેરીના પાક સામાન્ય હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.કેરીના મોરમાંથી કેરીનું ફળ થયું છે.આ દરમ્યાન બે વાર માવઠું થતાં ખેડૂતોને માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે.હોળીના દિવસે કમોસમી વરસાદ થતાં કેરીના પાકને નુકશાન થયું હતું.જયારે સોમવારે ફરી પવનના સુસવાટા સાથે થયેલા માવઠામાં આંબા પર તૈયાર થયેલ કેરીના ફળ ખરી પડયા છે મોટા પ્રમાણમાં કેરી પડી જતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની શક્યતા રહેલી છે.ખેડૂતોના હાલ પડતા પર પાટુ જેવા થઈ ગયા છે.