ખંભાતના કંસારી ગામે મૂળ સુરતના શિવમ મનસુખ ડેડાણીયા રહે છે.કિસ્મત ટ્રેડર્સના નામથી સોપારી તેમજ કાજુનો વેપાર કરે છે.વર્ષ ૨૦૨૨માં તેમના ધંધાની જાહેરાત માટે ઈન્ટરનેટ પર ચર્ચા કરતા હતા.જે દરમિયાન જય કિસાન ટ્રેડર્સ મુંબઈની જાહેરાત પર નજર પડતા તેઓએ જાહેરાતમાં આપેલ મોબાઈલ નંબર પણ સંપર્ક કર્યો હતો.ત્યારે મુંબઈના કથિત વેપારીએ કાજુનો હોલસેલ વેપાર કરતો હોવાનું અવાર નવાર કોલ કરીને વિશ્વાસ કેળવ્યો હતો.જેથી ૬૩ હજાર કિંમતના 70 કિ.ગ્રા કાજુ મંગાવ્યા હતા જેથી મુંબઈના કથિત વેપારીએ ૫૦% પેમેન્ટ કરવાનું કહેતા શિવમ ડેડાણીયાએ ૩૧ હજાર ચૂકવ્યા હતા.ત્યારબાદ અનેક વાર ઉઘરાવી કરવા છતાંય માલ કે નાણાં પરત ન આપતા આખરે શિવમ ડેડાણીયાએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
(સલમાન પઠાણ-ખંભાત)
9558553368