રાજુલા પો.સ્ટે.માં FIR દ્રારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી, અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી રાજુલા પોલીસ ટીમ
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનો ન જવું પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા "e-HR” ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ સરકારની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી "e- FIR” અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
ગુનાની વિગત-
ગઇ તા.૧૮/૦૨/૨૦૨૩ ના રોજ રાજુલા ધાખડા નગરમાંથી ભગાભાઇ ચકુભાઇ પરમાર રહે.રાજુલા જિ.અમરેલીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૩૦૦/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય,
જે અંગે ભગાભાઇ દ્વારા e-FIR કરાવેલ હોય, જે e-FIR અંગે ખરાઇ કરી,તેના પરથી રાજુલા પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૯૩૦૫૦૨૩૦૧૨૦૨૦૨૩ આઇપીસી કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી.કરવામાં આવેલ.
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. જે.એન પરમાર નાઓની રાહબરી હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને તા ૧૫/૦૩/૨૦૨૩ ના રોજ રાજુલા ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા હવેલી ચોક વિસ્તારમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ
અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા,પકડાયેલ ઇસમને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરેલ
પકડાયેલ આરોપીની વિગત-
(૧) દિલીપભાઇ ઉર્ફે ગલીડો મોહનભાઇ ચુડાસમા ઉ.વ.૨૧, ધંધો.મજુરી, રહે.રાજુલા, તત્વજ્યોતિ, તા.રાજુલા,જી.અમરેલી,
1. રીકવર કરેલ મુદામાલ-
(૧) સેમસંગ કંપનીનો કાળા કલરનો ACO મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૩૦૦/- નો મુદામાલ
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમારની સુચના અને માર્ગદર્શન નીચે ટાઉન બીટ હેડ કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ ધનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. ભરતસિંહ લાખાભાઇ ગોહિલ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર.ભરતભાઈ ખુમાણ અમરેલી.