બાબરાના નાનીકુંડળ ગામે સીમ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલો નંગ.૨૧૧ તથા મોબાઇલ નંગ ૦૨ સહિત કુલ કિ. રૂ,૧,૧૩,૯૬૦/- નો મુદ્દામાલ પકડી પાડતી બાબરા પોલીસ ટીમ.

 બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.ડી.ચૌધરી તથા બી.પી.પરમાર પો.સબ.ઇન્સ. તથા હેડ કોન્સ. ભરતભાઇ પી.ડોડીયા તથા પો.કોન્સ હર્ષદભાઇ ભરતભાઇ ડાભી તથા પો.કોન્સ તુષારભાઇ કિશોરભાઇ પંડયા તથા આ.પો.કોન્સ ગોકળભાઈ મખાભાઈ રાતડીયા એ રીતેના બાબરા પો.સ્ટે હાજર હતા એ દરમ્યાન પો.કોન્સ હર્ષદભાઇ બી.ડાભીનાઓને બાતમી હકિકત મળેલ કે

જગાભાઇ નથુભાઇ બાખલકીયા રહે.નાની કુંડળ સીમવિસ્તાર તા.બાબરા વાળાએ નાની કુંડળ ગામે ઈતરીયા ગામ તરફ જવાના રસ્તે આવેલ પોતાના કબ્જ ભોગવટાની વાડીના પડામાં કડબના ઓઘામાં ગે.કા.રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખેલ છે.

 તેવી હકીકત મળતા બે પંચો સાથે રાખી પો.સ્ટાફ.ના માણસો સાથે હકીકત વાળી જગ્યાએ દરેડ જામબરવાળા ગામ થઇ નાની કુંડળ ગામે ઇતરીયા ગામ તરફ જવાના રસ્તે સીમ વિસ્તારમાં

જગાભાઇ નથુભાઇ બાખલકીયાની વાડીએ રેઇડ કરતા ત્રણ ઇસમો હાજર હોય જેમને કોર્ડન કરી બેસાડી દઇ હકીકત વાળી જગ્યાએ રેઇડ કરતા અલગ અલગ બાંડની બોટલો જોતા ALL SEASONS લખેલ બોટલો નંગ ૮૪ તથા

 ROYAL CHALLENGE ની બોટલો ૧૨૭ મળી કુલ બોટલો ૨૧૧ જેની કી. રૂ.૧,૦૮,૪૬૦ તથા

હાજર ઇસમો પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ ૦૨ કી.રૂ.૫૫૦૦ મળી કુલ રૂ.૧,૧૩,૯૬૦ નો મુદામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે. તેમજ ત્રણ ઇસમો સદરહુ પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવેલ હોય જેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(૨)(ઈ),૧૧૬(બી), ૮૧ હેઠળ કાર્યવાહી કરેલ

ગુન્હામાં પકડાયેલ આરોપીની વિગત -

(૧) જગાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.૫૫,ધંધો.ખેતી, રહે.નાની કુંડળ, સીમવિસ્તાર, તા.બાબરા,જી.અમરેલી,

 (૨) દેહાભાઇ નથુભાઇ બાખલકીયા ઉ.વ.૬૦,ધંધો. ખેતી, રહે.નાની કુંડળ, સીમવિસ્તાર, તા.બાબરા, જી.અમરેલી,

(૩) મહેશભાઇ ભીખાભાઇ કામળીયા ઉ.વ.૩૬, ધંધો. ખેતી,રહે.બાબરા, જીવણપરા, તા.બાબરા, જી.અમરેલી,

ગુન્હાના કામે પકડાવાના બાકી આરોપી

(૧) ભરત ઉર્ફે લાલી પુંજાભાઇ ડેર રહે.કરકોલીયા, તા.લાઠી, જિ.અમરેલી,

પકડાયેલ મુદ્દામાલ 

(૧) ભારતીય બનાવટના પર પ્રાંતિય ઇંગ્લીશ દારૂની ALL SEASONS GOLDEN COLLECTION RESERVE WHISKY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૮૪ શ્રી રૂ ,૪૨,૪૨૦/-

(૨) ભારતીય બનાવટના પર પ્રાંતીય ઇંગ્લીશ દારૂની ROYAL CHALLENGE PREMIUM WHISKY ૭૫૦ મી.લી. ની બોટલ નંગ ૧૨૭ કી.રૂ.૬૬,૦૪૦-

 (૩) અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૦૨ જેની કિ.રૂ.૫૫૦૦/-

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.