સુરતની સુરતી મોઢ વણિક વાડી ખાતે આજ રોજ ઇન્ડિયન જર્નલિસ્ટ યુનિયન નેશનલ કાઉન્સિલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું કામરેજ વિસ્તારની સુપ્રસિદ્ધ શાળા એવી શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ ના NCC કેડેટ્સ દ્વારા ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.આચાર્ય દેવવ્રતજીની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વાવની શ્રી વસિષ્ઠ વિદ્યાલયને સ્પેશ્યલ ગેસ્ટ તરીકેનું સાદર આમંત્રણ પાઠવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવને બેસ્ટ બેન્ડનો પુરસ્કાર પણ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે આપવામાં આવ્યો હતો.શાળાના એસોસિયેટ સુનિતા નંદવાણી દ્વારા NCC કેડેટ્સને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે મળેલ બેસ્ટ બેન્ડ તરીકેનું બહુમાન તેમજ મળેલ આમંત્રણના આવકાર બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેકટર વિજયભાઈ ડાવરિયા,રવિભાઈ ડાવરિયા, એજ્યુકેશનલ એડવાઇઝર ડો.પરેશભાઈ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલ વાડદોરિયાએ અભિનંદન પાઠવ્યા હતા.
સુરત ખાતે પધારેલા ગુજરાતના રાજ્ય પાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વાગત કરતા વાવની શ્રી વસિષ્ઠ વિદ્યાલયના NCC કેડેટ્સ.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/03/nerity_d39044969971653c850e18b805739eb6.jpg)