સુરત જિલ્લાના પ્રવેશ દ્વાર સમાન કામરેજ ચાર રસ્તા ખાતે આવેલું વિશાળ શૈક્ષણિક સંકુલ ધરાવતી સુપ્રસિદ્ધ શાળા  રામકબીર સ્કૂલ ખાતે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્ર હોય આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો શુભારંભ થયો હતો.શાળાના બે યુનિટમાં કુલ 20 બ્લોકમાં 400 પરીક્ષાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા ફાળવવામાં આવી હતી.ઉપસ્થિત તમામ 400 પરીક્ષાર્થીઓને પુષ્પ અર્પણ કરી ચોકલેટ વડે મોઢું મીઠું કરાવી આવકાર આપવામાં આવ્યો હતો.ભારતીય વિદ્યા મંડળના પ્રમુખ અરવિંદભાઈ ભક્ત તેમજ માંનદ મંત્રી વિનુભાઈ ભક્તની ઉપસ્થિતિએ પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂરી થઇ હતી.શાળાના આચાર્ય શૈલેષ દેસાઈ,માં.વિ નિરીક્ષક જયંતીભાઈ પટેલ તેમજ ઉ.માં.વિ નિરીક્ષક કેતન દેસાઈ સહિત સમગ્ર શાળા પરિવારે પરીક્ષાર્થીઓને શુભ કામના પાઠવી હતી.